સામન્ય વધારા સાથે સેંસેક્સ બંધ

વેબ દુનિયા

ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2008 (20:00 IST)
ગુરૂવારે ભારતીય શેર બજાર પર શરૂઆતથી જ અમેરિકી શેર બજારની મંદીની સીધી અસર જોવા મળી હતી. ભારતીય સેંસેક્સના આંકડા ખુલતા જ પડી ગયા હતાં. રીયલ સ્ટેટ સેક્ટરમાં ભારે પડતી નોંધાઈ હતી, જેના કારણે આજનું બજાર મંદીમાં આવી ગયુ હતું.

નીચે જતા બજારને રિલાયંસ, એનટીપીસી, એસીસી, એસબીઆઈ, અને અંબુજા સીમેંટે ટકાવી રાખ્યુ હતું. આ બંધાના શેરો સામાન્ય વધારો લઈને બંધ થયા હતાં.

સેંસેક્સે પણ આજે ઘણા બધા ઉતાર જોયા હતા. આજે સેંસેક્સનો નીચલો આંક 12598 રહ્યો, જ્યારે સૌથી વધારે 13346ના આંક પર પહોચ્યો હતો. દિવસના અંતે સેંસેક્સ 52 આંકના વધારા સાથે 13315 પર જઈને બંધ થયો હતો.

વેબદુનિયા પર વાંચો