સરકારે ચામડા ઉદ્યોગમાં ઝંપલાવ્યુ

જયદીપ કર્ણિક

શનિવાર, 23 ઑગસ્ટ 2008 (19:16 IST)
ભારત સરકારે ભારતીય ચામડા વિકાસ કાર્યક્રમ અંતર્ગત 912 કરોડ રૂપિયાની યોજના હેઠળ ચેન્નઈ, રોહતક, અને કલકત્તામાં કુલ 290 કરોડ રૂપિયાના રોકાણથી ત્રણ ચર્મ સંસ્થાઓની સ્થાપના કરાશે.

સરકારે ચર્મ પ્રૌદ્યોગિકવિદ શ્રમિકો અને ડિઝાઈનરો દ્વારા વધતી માંગને પૂરી કરવા આ ચર્મ સંસ્થાનોની સ્થાપના કરવાનું નક્કી કર્યુ છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ફૂટવિયર ડિઝાઈન અને ડેવલપમેંટ ઈંસ્ટીટ્યુટ નોયેડાની દેખરેખ હેઠળ ત્રણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થાઓની સ્થાપના પાછળ પ્રત્યેક સંસ્થાન દિઠ 96.69 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજો છે, જેનુ એકેડેમિક વર્ષ 2011...12 સુધી કાર્ય ચાલશે એવી ગણતરી છે.

વેબદુનિયા પર વાંચો