સત્યમ કોમ્પ્યુટરે 30 કર્મીઓને છુટા કર્યા

વેબ દુનિયા

ગુરુવાર, 6 નવેમ્બર 2008 (12:50 IST)
સત્યમ કોમ્પ્યુટરે આંતરિક ઓડિટ તારણો બાદ 30 જેટલા કર્મચારીઓને હાંકી કાઢ્યા છે. આ કર્મચારીઓની નોકરી જતી રહેતા નારાજગીનું મોજુ ખરી વળ્યું છે. અલબત્ત એવું જાણવા મળ્યું છે કે, આ 30 કર્મચારીઓએ ફરજ પર બેદરકારી રાખી હતી.

બિલ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. કેટલાક કર્મચારીઓ કાયદાકીય પગલા લેવા વિચારી રહ્યા છે. આ કર્મચારીઓના પગાર પણ કંપની દ્વારા રોકી દેવામાં આવ્યા છે. કંપનીના રેકોર્ડમાંથી પ્રોફાઇલ પણ દુર કરી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો