સંરક્ષણવાદી ઉપાયોથી બચે વિકસીત રાષ્ટ્ર

ભાષા

સોમવાર, 19 ઑક્ટોબર 2009 (11:45 IST)
વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી આનંદ શર્માએ વિકસીત રાષ્ટ્રને વ્યાપારમાં સંરક્ષણવાદી ઉપાયોથી બચવાની સલાહ આપતાં કહ્યું કે, વર્તમાન આંતરરાષ્ટ્રીય આર્થિક પરિદ્રશ્યમાં આ પ્રકારના પગલાંઓની ખરાબ અસર પડશે.

શર્માએ અમેરિકાની વ્યાવસાયિક નગરી ન્યુયોર્કની 14 થી 17 ઓક્ટોમ્બર સુધીની પોતાની ત્રણ દિવસની યાત્રા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં જુદા જુદા દેશોના રાજદૂતો અને દુનિયાના પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓને વ્યાપાર રોકાણ અને દોહા વ્યાપાર વાર્તાઓને મુદ્દા પર સંબોધિત કર્યા.

તેમણે કહ્યું કે, વર્તમાન આર્થિક પરિદ્રશ્યને જોતાં દુનિયાના અગ્રણી દેશોને વ્યાપારમાં સંરક્ષણવાદી ઉપાયોથી બચવું જોઈએ. તેમણે એક સાવધાની રાખવી જોઈએ કે આની આર્થિક વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

વેબદુનિયા પર વાંચો