શેરહોલ્ડરોની રતન ટાટાને અપીલ

શનિવાર, 14 ઑગસ્ટ 2010 (10:58 IST)
N.D
ટાટા સ્ટીલના શેરહોલ્ડરોએ ટાટા સમૂહના ચેયરમેન રતન ટાટાને આગ્રહ કર્યો છે કે ડિસેમ્બર,2012માં રિટાયર થયા પછી પણ તેઓ ચેયરમેનના રૂપમાં કામ કરતા રહે.

ટાટા સ્ટીલની વાર્ષિક સામાન્ય બેઠકમાં એક શેરહોલ્ડરે રતન ટાટાને ભાવુક અપીલ કરી કે ટાટા સમૂહના હિતમાં તમે સેવાનિવૃત્ત ન થાવ. બેશક તમે વ્યવહારિક રીતે સેવાનિવૃત્ત થઈ જાવ, પરંતુ તેમ છતા રજૂ લઈ ચૂકેલા ચેયરમેનના રૂપમાં સમૂહનુ પરિચાલન જોતા રહો.

ઘણા બીજા શેરહોલ્ડરોએ છેલ્લા બે દસકામાં રતન ટાટાને યોગદાનની પ્રશંસા કરતા તેમને ખોટમાં ચાલી રહેલ બિટનની મુખ્ય લોખંડ કંપની કોરસને નફામાં લાવવા અને ટાટા સ્ટીલને દુનિયાની દસમી સૌથી મોટી સ્ટીલ કંપની બનાવવા માટે શુભેચ્છા આપી.

વેબદુનિયા પર વાંચો