શેરબજારમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા બચત યોજનાનો પ્રારંભ

ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2013 (10:25 IST)
P.R

નાણાપ્રધાન પી.ચિદમ્બરમે આજે રાજીવ ગાંધી ઇક્વિટી બચત યોજનાનો આરંભ કરાવ્યો. આ યોજના દ્વારા નવા રોકાણકારોને શેરબજારમાં નાણા રોકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

વર્ષ 2012-13નાં બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ઇક્વિટી બચત યોજના હેઠળ શેરબજાર રોકાણ કરી રહેલા રોકાણકારોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે. વાર્ષિક 10 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને શેર બજારમાં રૂપિયા 50 હજાર સુધીનાં રોકાણ પર ટેક્સમાં લાભ મળશે.

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા રાજીવ ગાંધી ઇક્વિટી બચત યોજના અંગે જણાવ્યુ કે આ યોજના હેઠળ કરવામાં આવેલા રોકાણને પ્રથમ એક વર્ષ સુધી વેચી નહી શકાય.

આર્થિક વિકાસ અંગે ચિદમ્બરમે કહ્યુ કે અર્થવ્યવસ્થામાં સુધારાનાં સંકેત મળી રહ્યા છે. અને આવતા વર્ષે આર્થિક વૃધ્ધિનો દર 6 થી 7 ટકા રહેશે. જ્યારે આગામી બજેટમાં ઇક્વિટી બચત યોજનાને વધુ આર્કષક બનાવવાનો પણ વિશ્વાસ આપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો