વ્યાજદર ઘટવાની સંભાવનાઓ:મનમોહન

ભાષા

રવિવાર, 29 માર્ચ 2009 (11:54 IST)
ફૂગાવામાં સતત ઘટાડાના પગલે પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે કહ્યુ કે વ્યાજ દરમાં હજી ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. તેમણે ઉદ્યોગ જગતને તેમની ઋણ જરૂરીયાતોને પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યુ છે. કારણે ઘરેલૂ અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીનો મુકાબલો કરવા સક્ષમ બનાવી શકે.

આવતા સપ્તાહે જી.20 શિખર સમ્મેલન પહેલા સિંહે અહી પ્રમુખ ઉદ્યોગપતિયો સાથેની એક મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ફૂગાવાનો દર હજી ઘટવાની આશાઓ છે.

તેમણે કહ્યુ કે આર્થિક પ્રોત્સાહન પેકેજના કારણે દેશની આર્થિક ક્ષેત્રમાં સુધાર આવ્યો છે, તેમજ પોલાદ અને સીમેંટ જેવા ક્ષેત્રે સુધારના આસાર છે. તેમજ સાથે સાથે ગ્રામીણ માંગમાં પણ વધારો થયો છે.

વેબદુનિયા પર વાંચો