વોડાફોનની આઈપીઓ તૈયારીઓ શરૂ

મંગળવાર, 17 જાન્યુઆરી 2012 (12:44 IST)
P.R
યુનાઇટેડ કિંગડમ સ્થિત ટેલિકોમ કંપની વોડાફોને પોતાની ભારતીય પેટાકંપનીનું શેરબજારોમાં લિસ્ટિંગ કરાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે. લિસ્ટિંગની પ્રક્રિયા માટે મશહૂર ઇન્વેસ્ટમેન્ટ બેંક એનએમ રોથશિલ્ડને રોકી લેવામાં આવી છે.

કંપનીના અધિકારીઓ જો કે આ અંગે હરફ સુદ્ધાં ઉચ્ચારવા માગતા નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે રોથશિલ્ડ કાનૂની પ્રક્રિયા, ભાવ સંશોધન, વેલ્યૂએશન, શેરહોલ્ડિંગ પેટર્નની ગુંચવણભરી પ્રક્રિયા હાથ ધરવા તથા બૂક-રનર્સની નિમણૂંક જેવી પ્રક્રિયાઓમાં મદદરૂપ થશે.

હજુ એક વર્ષ પહેલા જ કંપનીએ આઇપીઓ લાવવાનો સંકેત આપ્યો હતો. વોડાફોન ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ટિન પીટર્સે કર્મચારીઓને આઇપીઓની યોજના અંગે માહિતગાર કરવા માટે આંતરિક જાહેરાત પણ કરી દીધી છે.

વેબદુનિયા પર વાંચો