વોકહાર્ડ વેચશે હિસ્સો

ભાષા

રવિવાર, 19 એપ્રિલ 2009 (16:37 IST)
દેવા નીચે દબાયેલી ફાર્મા કંપની વોકહાર્ડ મે માસના અંત સુધીમાં વોકહાર્ડ હોસ્પિટલમાં પોતાની ભાગીદારી વેચે એમ છે. કંપનીના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ખાનગી ક્ષેત્રમાં કોઇ ઇક્વિટી કંપની કે હોસ્પિટલને કેટલીક ભાગીદારી વેચવાનો સોદા આગામી ટુંક સમયમાં થઇ જાય એમ છે. તેમણે કહ્યું કે, મેના અંતમાં કંપની કેટલીક ભાગીદારી વેચવાના સોદા ઉપર હસ્તાક્ષર કરે એમ છે.

ગત વર્ષે નવેમ્બરમાં વોકહાર્ડના ચેરમેન હબીલ ખોરાકીવાળાએ કહ્યું હતું કે કંપની પોતાની હોસ્પિટલ શૃંખલાની ભાગીદારી વેચી નાણઆં ઉભા કરવા ઇચ્છી રહી છે. જેનો ઉપયોગ ભવિષ્યની યોજનાઓમાં કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો