વીજળીનો ઉપયોગ પાંચ ગણો સુધી વધ્યો

બુધવાર, 15 જુલાઈ 2015 (12:44 IST)
સતત ખેંચાતા વરસાદના લીધે કૃષિ ક્ષેત્રમાં વધ્યો વીજળીનો ઉપયોગ પાંચ ગણો સુધી વઘ્યો છે...! જેના લીધે રાજ્યમાં વીજળીની માંગ અને તેના વપરાશનો એક નવો રેકોર્ડ સામે આવ્યો છે. સોમવારે બપોરે 3 વાગ્યે રાજ્યમાં 14556 મેગાવોટ વીજળીનો ઉપયોગ થયો હોવાનું નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધીનો સૌથી વધુ મેગાવોટ વીજળીના વપરાશનો રેકોર્ડ 11મી ઓક્ટોબર 2014ના રોજ નોંધાયો હતો. જે સોમવારના રોજ તૂટી ગયો છે. ક્ધઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આ રસપ્રદ પરંતુ ચિંતાજનક અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં એવી ભીતિ પણ દશર્વિવામાં આવી હતી કે સરકાર ખેડૂતોને કૃષિ માટે વીજળીમાં સબસીડી આપે છે, ત્યારે સબસીડીથી ઊભી થતી ખાધને ભરવા સામાન્ય લોકોના માથે ભાવ વધારાનો બોજો પણ આવી શકે છે...!
 
એક તરફ વરસાદમાં વિલંબ થઇ રહ્યો છે અને બીજી તરફ ખેડૂતોને ખેતી માટે પાણીની જરૂર છે. ત્યારે વરસાદ ન પડતા વીજળીનો ઉપયોગ કરી ખેતરો સુધી પાણી લાવવામાં આવે છે. એટલું જ નહીં વરસાદ ખેંચાતા ખેડૂતોને દિવસ દરમિયાન 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવા આવે છે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાં વીજળીની માંગમાં વિસ્ફોટક વધારો થયો છે. 
 
સીએઆરસીના ચીફ જનરલ મેનેજર કે.કે.બજાજે જણાવ્યું હતું કે,રાજ્યમાં કુલ 300 મીલીયન યુનિટનું વીજ વપરાશ છે, જેની સામે 13મી જુલાઇના રોજ 68.9 મીલીયન યુનીટ માત્ર કૃષિ ક્ષેત્રમાં વપરાયું છે. એટલે કે 33 ટકા જેટલી વીજળીનો ઉપયોગ માત્ર કૃષિ ક્ષેત્રમાં થયો છે. વરસાદ ખેંચાયો હોવાથી વીજળીની માંગ અકલ્પ્નીય રીતે વધી હોવાનીચિંતાજનક સ્થિતિનું નિણર્યિ થયું છે. જો આ અઠવાડિયાના અંત સુધી વરસાદ ન પડે તો રાજ્યમાં વીજળીની ડિમાન્ડ 15000 મેગાવોટના 
નવા રેકોર્ડ સુધી પહોંચી શકે છે. સીએઆરસી દ્વારા સોમવારની વીજ ડિમાન્ડના નવા રેકોર્ડની સાથે કેટલાક આંકડાઓનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો હતો. જે પ્રમાણે ગેસ આધારિત 7 વીજ પ્લાન્ટની ક્ષમતા 4456 મેગાવોટની છે અને તેમણે 1994 મેગાવોટ વીજ ઉત્પાદન કર્યું હતું. જ્યારે કે વીજ પુરવઠા કંપ્નીઓની કુલ 26544 મેગાવોટની ક્ષમતા સામે કુલ 14556 મેગાવોટનો વીજળીનો વપરાશ થયો હતો. સામાન્ય રીતે આ સિઝનમાં વીજળીની માંગ 11થી 12 હજાર મેગાવોટ જેટલી જ રહેતી હોય છે. પરંતુ વરસાદ ખેંચાતા વીજળીની ડિમાન્ડમાં 2250 મેગાવોટનો વધારો નોંધાયો હોવાનું પણ એ જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો