વિશ્વના ટોચના અબજપતિઓની યાદીમાં ત્રણ ભારતીય, ત્રણેય ગુજરાતી!

શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (15:25 IST)
વિખ્‍યાત ‘ફોર્બ્‍સ' મેગેઝિને તાજેતરમાં જ વિશ્વના ટોચના અબજપતિઓની યાદી બહાર પાડી છે. આમ તો એના ટોપ થ્રી ક્રમાંકે બિલ ગેટસ, કાર્લોસ સ્‍લિમ, વોરન બફેટ જેવા જાણીતા નામો જ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે એના ટોચના પચાસ નામોમાં રહેલા ત્રણેય ભારતીય નામ ગુજરાતી છે! તે અનુક્રમે મુકેશ અંબાણી (૩૬માં ક્રમે), સન ફાર્માસ્‍યુટિકલ્‍સના દિલીપ સંઘવી (૩૭મા ક્રમે) અને અઝીમ પ્રેમજી (૫૦મા ક્રમે) છે. મુકેશ અંબાણીની તથા દિલીપ સંઘવીની સંપત્તિ ૧૨૫૫ અબજ રૂપિયા તથા અઝીમ પ્રેમજીની સંપત્તિ ૧૦૨૩ અબજ રૂપિયા છે. ટોપ ૧૦૦માં રહેલા અન્‍ય મૂળ ભારતીય નામોમાં હિન્‍દુજા બંધુઓ (૬૮માં ક્રમે), લક્ષ્મી નિવાસ મિત્તલ (૭૮માં ક્રમે), એચસીએલના શિવ નાડર (૮૩માં ક્રમે)નો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે શ્રીચંદ અને ગોપીચંદ હિન્‍દુજા બંધુઓ ટોચના ૮૦ તવંગર ધનાઢયોમાં એક માત્ર બ્રિટીશ નાગરીકત્‍વ ધરાવતા નામ છે. બીજી રસપ્રદ વાત એ છે કે, ૨૦૧૬ સુધીમાં આ ટોચના ૮૦ ધનાઢયો પાસે વિશ્વની પચાસ ટકા કરતા પણ વધારે સંપત્તિ હશે.

વેબદુનિયા પર વાંચો