વાયદા બજારમાં સોનાનો ચળકાટ વધ્યો

ભાષા

બુધવાર, 26 ઑગસ્ટ 2009 (10:48 IST)
તહેવારોના કારણે હાજર બજારમાં માંગમાં વધારાના કારણે વેપારીઓએ પોતાના સૌદાનો આકાર વધાર્યો જેના કારણે મંગળવારે એમસીએક્સમાં સોનાના વાયદા ભાવમાં 0. 36 ટકાની તેજી આવી.

એમસીએક્સમાં સોનાના ઓક્ટોબર માસવાળા અનુબંધની કીમત 0.36 ટકાની તેજી સાથે 14,964 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ જેમાં 14,268 લાટ માટે વેપાર થયો.

સોનાના ડિસેમ્બર માસમાં ડિલીવરી વાળા અનુબંધની કીમત પણ 0.33 ટકાની તેજી સાથે 14,975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ જેમાં 1,726 લાટ માટે વેપાર થયો.

બજાર સુત્રોએ કહ્યું કે, તહેવારોના કારણે માંગ વધવાથી અહીં વાયદા બજારમાં સોનાની કીમતોમાં તેજી આવી.

વેબદુનિયા પર વાંચો