વધતી મોંઘવારી માટે કેન્દ્ર જવાબદાર : માયાવતી

ગુરુવાર, 14 જાન્યુઆરી 2010 (16:15 IST)
ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ વધતી મોંઘવારી માટે એક વાર ફરી કેન્દ્ર સરકારની કથિત મૂડીવાદી આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી છે અને ચેતાવણી આપી છે કે, જો કેન્દ્ર સરકાર ટૂક સમયમાં જ મોંઘવારે પર પ્રભાવી અંકુશ નહીં મૂકે તો તેમની પાર્ટી મોંઘવારીના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવા માટે બાધ્ય થશે.

મોંઘવારી પર નિયંત્રણના ઉપાયો પર વિચાર કરવા માટે કેન્દ્ર સરકારની કેબિનેટ સમિતિની બેઠકના એક દિવસ બાદ જ કેન્દ્ર પર જવાબી હુમલો કરતા માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પૂંજીપતિઓને લાભ પહોંચાડવા માટે ખાદ્યાન્નો અને ખાંડના વધતા ભાવ રોકવા માટે સમય રહેતા કાર્યવાહી ન કરી.

કેંદ્રીય કૃષિ મંત્રી શરદ પવાર તરફ ઈશારો કરતા માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના એક જવાબદાર મંત્રી વારંવાર ગેરજવાબદારી ભરેલું નિવેદન આપ્યું. જેના કારણે કાળાબજારિયાઓ અને સટ્ટોડિયોને મૌકો મળ્યો અને કીમતો લગાતત વધતી ગઈ.

વેબદુનિયા પર વાંચો