વડોદરામાં આવકવેરાના દરોડા

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2015 (17:22 IST)
વડોદરામાં વહેલી સવારથી અાવકવેરા વિભાગે જાણીતા બિલ્ડર્સને ત્યાં સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરતા બિલ્ડર્સ લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અાવકવેરા વિભાગના અધિકારીઅો દ્વારા વડોદરામાં મેગા અોપરેશન હાથ ધરવામાં અાવ્યું છે. 

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર અાજે વહેલી સવારથી જ અાવકવેરા વિભાગના ૧૦૦થી વધુ અધિકારીઅોનો કાફલો વડોદરાના કેટલાક જાણીતા બિલ્ડર્સને ત્યાં ત્રાટક્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ત્રણ નામાંકિત બિલ્ડર પર કાર્યવાહી કરવામાં અાવી છે. ૨૪થી વધુ સ્થળ પર સર્ચ અોપરેશન, સર્વે અને દરોડાની કામગીરી અાઈટી વિભાગના અધિકારીઅો દ્વારા હાથ ધરવામાં અાવી છે.

અાવકવેરા વિભાગના અધિકારીઅોઅે અલગ અલગ ટીમ બનાવીને વડોદરાના બિલ્ડર્સના નિવાસસ્થાન અને અોફિસ પર સર્વે અને દરોડાની કામગીરી અારંભી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસના અંતે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી અાવે તેવી સંભાવના છે. 

અાવકવેરા વિભાગના અધિકારીઅોઅે સર્વે અને દરોડાની કામગીરી દરમિયાન અનેક મહત્ત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે અને હાલ પણ અા કાર્યવાહી ચાલી રહી છે. વડોદરામાં અાવકવેરા વિભાગના અધિકારીઅોઅે અાજે સવારે અોચિંતી સર્વે અને દરોડાની કામગીરી હાથ ધરતાં બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે.

વેબદુનિયા પર વાંચો