લાવાનો અનબ્રેકેબલ ફોન A16

મંગળવાર, 27 ડિસેમ્બર 2011 (13:47 IST)
P.R
મોબાઇલ હેન્ડસેટ કંપની લાવા મોબાઇલ્સે તેની અનબ્રેકેબલ ફોનની સીરીઝ A16 માર્કેટમાં ઉતારી છે. આ ફોન 120 કિલો વજન ઝેલી શકે છે. ફોનની કીમત ચારથી પાંચ હજાર રૂપિયા છે. ફોનને ટેલિવિઝન ચેનલ એમટીવી સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

લાવા મોબાઇલના ચીફ માર્કેટિંગ ઓફિસર સુનીલ રૈનાએ જણાવ્યું કે ફોનનો ટાર્ગેટ ઝડપથી વધી રહેલું યુથ માર્કેટ છે. તેમણે જણાવ્યા અનુસાર કંપનીના ચીનમાં આવેલા સંશોધન કેન્દ્રમાં લગભગ 45 લાખ ડોલરના ખર્ચે આ ફોન વિકસિત કરવામાં આવ્યો છે.

ફોનમાં 3.2 મેગાપિક્સલ કેમેરા છે સાથે તેની સ્ક્રિન 2.6 ઇંચની છે. ફોનમાં સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પણ છે, જેની મદદથી યુઝર
ફોન પર ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિગ સાઇટનો ઉપયોગ કરી શકશે.

લાવાનો અનબ્રેકેબલ ફોન, મેગાપિક્સલ કેમેરા, યુથ માર્કેટ, 45 લાખ ડોલર, ફોનની કિમંત ચાર હજાર

વેબદુનિયા પર વાંચો