રેણુકાનુ ICICIમાંથી રાજીનામુ

ભાષા

મંગળવાર, 21 એપ્રિલ 2009 (10:52 IST)
એવુ સમજવામાં આવે છે કે ICICI સમૂહના ખાનગી ઈકવિટી વેપારની પ્રમુખ રેણુકા રામનાથે સોમવારે રાજીનામુ આપી દીધુ.

ICICI વેંચર્સની બોર્ડની બેઠકમાં આ મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો. હાલ ICICI સમૂહના જનરલ ઈશ્યોરંસ વેપારના પ્રમુખની જવાબદારી સંભાળી રહેલી વિશાખા મૂળે રેણુકા રામનાથની જગ્યા લઈ શકે છે.

હાલ આ વિશે કોઈ આધિકારિક ટિપ્પણી મળી નથી શકી. રેણુકાના રાજીનામાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે ખાનગી ક્ષેત્રના એક્સિસ બેંકે ICICI સમૂહના લાઈફ ઈશ્યોરંસ વેપારની પ્રબંધ નિદેશક અને સીઈઓ શિખા શર્માની પોતાના પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે.

વેબદુનિયા પર વાંચો