રૂપિયો 49.50 પ્રતિ ડોલરથી નીચે

જયદીપ કર્ણિક

ગુરુવાર, 23 ઑક્ટોબર 2008 (16:17 IST)
રૂપિયામાં સતત પડતી જોવા મળી રહી છે. ગુરૂવારે નાણાબજારના શરૂઆતી કારોબારમાં રૂપિયો 49.50થી નીચે પહોચી ગયો હતો. એશિયાઈ બજારમાં પડતીના પગલે ટ્રેડર્સમાં કેપિટલ આઉટફ્લોનો ભય દેખાઈ રહ્યો છે.

બુધવારે આરબીઆઈએ ઘરેલુ ફર્મો દ્વારા થતી ઓવરસીઝ બોરોઈંગ પર સીલિંગને 100 મિલિયન ડોલરથી વધારીને 500 મિલિયન ડોલર કરવાની જાહેરાત કરી હતી.

આરબીઆઈના આ પગલાથી સ્થિતિ નિયંત્રણમાં આવશે એવી આશા સેવાઈ રહી છે. બુધવારે રૂપિયો 0.5 વધીને 49.28/29 પ્રતિ ડોલરે બંધ રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો