રિલાયંસ પેટ્રોલ વેચી શકશે

ભાષા

શુક્રવાર, 17 એપ્રિલ 2009 (16:06 IST)
જામનગર ખાતેનરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૩.૩ કરોડ પ્રતિદિનની ક્રૂડ ઉત્પાદનક્ષમતા ધરાવતી રિફાઇનરીના ઇઓયુ પૂર્ણ થઈ ચૂક્યા છે. માટે હવે તે સ્થાનિક બજારમાં પેટ્રોલનું વેચાણ કરી શકશે.

આની સાથે કંપની પોતાના ૧,૪૩૨ બંધ પડેલા પેટ્રોલપંપો સહિત સ્થાનિક બજારોમાં પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરી શકશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જુલાઇ ૧૯૯૯માં શરૂ કરેલી રિફાઇનરી જે-૧ ને ૧૬મી એપ્રિલ ૨૦૦૭થી ઇઓયુમાં રૂપાંતરિત કરી હતી. જે પૂર્ણ થઈ ચૂકી છે.

રિલાયન્સ જે-૧ ખાતેથી મોટાભાગની ઇંધણની નિકાસ કરશે પણ સાથેસાથે ઘરઆંગણે પણ ઇંધણ વેચશે. જાહેરક્ષેત્રની આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલને ૨૫-૩૦ લાખ ટન જેટલું ઇંધણ પૂરું પાડશે.

વેબદુનિયા પર વાંચો