રસોઈ ગેસ સિલેંડર ફક્ત 150 રૂપિયામાં

બુધવાર, 10 ડિસેમ્બર 2014 (11:16 IST)
5 કિલોગ્રામ રસોઈ સિલેંડર સબ્સિડાઈજ્ડ રેટ મતલબ ફક્ત 150 રૂપિયામાં વેચાય રહ્યો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દેશભરમાં પાંચ કિલોગ્રામની રસોઈ ગેસ સિલેંડર 150 રૂપિયાના સબ્સિડાઈઝ્ડ રેટ પર 2.75 લાખ કન્જ્યુમર્સને વેચી રહ્યા છે. આ સિલેંડરને પેટ્રોલ પંપો પર પણ 350 રૂપિયાના માર્કેટ પ્રાઈસ પર વેચવામાં આવી રહ્યો છે. 
 
પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પધાને સંસદમા જણાવ્યુ કે એક કસ્ટમર ને એક વર્ષમાં પાંચ કિલોગ્રામ ક્ષમતાના 34 સિલિંડર આપવામાં આવી રહ્યા છે અને આ સીમા પછી તેમને સબસિડી વગરના રેટ પર સિલેંડૅર ખરીદવા પડશે. સરકાર જનતાને ઓછા ભાવવાલી ગેસ કિલોગ્રામના આધાર પર આપવાની યોજના બનાવી ચુકી છે. આનાથી તેના વિતરણમાં સરળતા રહેશે.  ઓછી ક્ષમતાવાળા સિલેંડર ખરીદવા ગરીબો માટે સહેલા રહેશે અને ઓછા પૈસામાં કામ ચાલી શકશે. 
 
એકવારમાં એક મોટા સિલેંડરની કિમંત ચુકવવી ગરીબો માટે શક્ય નથી હોતુ. તેથી સરકારે નાના સિલેંડર પર ધ્યાન આપી રહી છે. તેમણે એ પણ જણાવ્યુ કે દેશમાં સબસીડીવાળા સિલેંડૅરોનુ મોટા પાયા પર કમર્શિયલ પ્રયોગ થય છે. નાના સિલેંડર લાવતા આ સમસ્યા પર પણ અંકુશ લાગશે. 

વેબદુનિયા પર વાંચો