મોંઘવારી દર નેગેટિવ જોનમાં...

ભાષા

ગુરુવાર, 18 જૂન 2009 (14:48 IST)
મોંઘવારી દર નેગેટિવ જોનમાં પહોંચી ગયો છે. 6 જૂનના રોજ પૂર્ણ થઈ રહેલા સપ્તાહમાં મોઘવારી અત્યાર સુધીના સૌથી નીચેના સ્તર -1.61 ટકા રહી જેમાં ગત સપ્તાહે મોંઘવારી દર 0.13 ટકા રહ્યો હતો.

મોંઘવારી દરનો આ આંકડો રોયર્ટસના અનુમાનથી પણ ઓછો છે. રોયટર્સે મોંઘવારી દરના -1.52 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. ગત વર્ષે આ જ અરસામાં મોંઘવારી દર 11.66 ટકા રહ્યો હતો. નિયત સપ્તાહ દરમિયાન પાવર એંડ ફ્યૂલ ઈંડેક્સમાં 13.2 ટકા જ ઘટાડો જોવા મળ્યો. મેન્યુફેચર્ડ ઈંડેક્સમાં કોઈ પરિવર્તન ન આવ્યું જ્યારે પ્રમુખ વસ્તુઓ (પ્રાઇમરી આર્ટિકલ્સ) ની કીમતોમાં થોડી વૃદ્ધિ રહી.

ઉલ્લેખનીય છે કે 1977-78 બાદ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે મોંઘવારી નેગેટિવ જોનમાં પહોંચી છે.

વેબદુનિયા પર વાંચો