માર્કેટમાં સામાન્ય ઘટાડો

વેબ દુનિયા

ગુરુવાર, 29 જાન્યુઆરી 2009 (20:14 IST)
બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઈ)ના સેન્સેટીવ ઈન્ડેક્ષ 77 પોઈન્ટના ઉંચા મથાળે આજે ખૂલ્યો હતો. બજારમાં ભારે લેવાલીને પગલે 9380ની ઈન્ટ્રા-ડે ઉંચી સપાટીએ પહાચી ગયો હતો પરંતુ હેવીવેઈટ શેરોમાં થયેલી ભારે વેચવાલીના પગલે ૨૧૫ પોઈન્ટ નીચે સરકી જતાં 9165ની સપાટીએ જતો રહ્યો હતો. જોકે બજારના અંતે 21.19 પોઈન્ટનો સામાન્ય ઘટાડો થતાં તે 9236.28 પર બંધ રહ્યો હતો.

બીએસઈના પગલે-પગલે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)ના નિફટીમાં પણ 25.55 પોઈન્ટનો ઘટાડો થતાં તે 2823.95 ની સપાટી પર બંધ રહ્યો હતો. બીએસઈના ક્ષેત્રીય ઈન્ડેક્ષમાં સૌથી વધુ 2.8 ટકાનો કડાકો રીયાલ્ટી ઈન્ડેક્ષમાં થતાં તે 1599 પર બંધ થયો હતો.

વેબદુનિયા પર વાંચો