માત્ર 399 રૂપિયા આપો અને આખો દિવસ ટાટા નેનો ચલાવો

ગુરુવાર, 9 ઑક્ટોબર 2014 (17:36 IST)
ટાટા મોટર્સે પોતાની લખટકિયા કારની પોપુલેરિટી અને વેચાણમાં વધારો કરવા માટે કારજોનરેંટ ડોટ કોમ નામની કંપની સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ કારજોનરેંટ ડોટ કોમ પોતાના કસ્ટમર્સને ટાટા નૈનો ભાડે આપશે. ઉલ્લેખનીય છે કે કારજોનરેંટ ડોટ કોમ રેંટ પર કાર આપવાની સેવા આપે છે. આ સેવા હેઠળ કંપની લકઝરીથી લઈને સામાન્ય કારો પૂરી પાડે છે. 
 
એક કલાકના 99 રૂપિયાના હિસાબે મળશે કાર 
 
કારજોનરેંટ ડોટ કોમના એમડી અને સીઈઓ રાજીવ વિઝે જણાવ્યુ કે કંપનીએ માઈલ્સ સિટી યોજના લાગૂ કરી છે. આ યોજના હેઠળ અમારા કસ્ટમર્સ 99 રૂપિયા કલાકના હિસાબે પણ કાર લઈ શકાય છે. આ સાથે જ ઓ કોઈ કસ્ટમર કાર એક મહિના માટે ભાડે લેવા માંગતા હોય તો તેમને 6999 રૂપિયા ચુકવવા પડશે. ઉલ્લેખનીય છે કે આ સ્કીમ હેઠળ કારને 43 સેંટર્સથી ઓનલાઈન બુક કરી શકાય છે. 
 
ટાટા નેનો બનશે સસ્તો વિકલ્પ 
 
ટાટા મોટર્સના સેલ્સ હેડ દીપાંકર તિવારી કહે છે કે અમે આ સેવા દ્વારા લોકોને સસ્તી કાર રેંટલ સર્વિસ પુરી પાડવાનો પ્રયાસ કર્યો છે. ટાટા નૈનોએ ભાડા પર અવેલેબલ કરાવીને અમે અમારી કારને એક મોટા ગ્રાહક વર્ગ સુધી પહોંચાડવામાં સફળ રહેશે. આનાથી લોકો ટાટા નૈનોની સ્પેશિયાલિટીઝના વિશે જાણી શકશો. 
 

વેબદુનિયા પર વાંચો