મંદીનો સામનો કરવામાં ભારત ત્રીજા નંબરે

ભાષા

શુક્રવાર, 29 મે 2009 (10:57 IST)
વૈશ્વિક આર્થિક સંકટથી છુટકારો મેળવવાની સારી સ્થિતિના બાબતે ભારત દુનિયામાં ત્રીજા સ્થાન પર છે. દુનિયાભરના વેપારીઓની વચ્ચે કરાવવામાં આવેલ સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે.

સર્વકાર્પ ઈંટરનેશનલ બિઝનેસ કાંફિડેંસ સર્વના મુજબ વૈશ્વિક મંદીથી છુટકારાની ક્ષમતાના બાબતે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર છે.

એપ્રિલ 2009માં બે અઠવાડિયા દરમિયાન કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં મંદીના વર્તમાન પરિદ્રશ્ય વેપારી ઘારણા અને દુનિયાભરમાં ફેલાયેલી મંદીના પ્રભાવને આધાર બનાવવામાં આવ્યો છે.

મંદીના સમયમાં સૌથી વિશ્વાસપાત્ર દેશની પસંદગી માટે આ સર્વેક્ષણ 24 દેશોના 7500 વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સર્વેક્ષણ મુજબ જે બીજા દેશ મંદીનો સામનો કરવાની સારી સ્થિતિમાં છે, તેમા જાપાન, કતર ન્યૂઝીલેંડ, મલેશિયા, સ્વીડન, વિયેતનામ, નીધરલેંડ, અમેરિકા, ઈંડોનેશિયા, દક્ષિણ અમેરિકા, ફ્રાંસ, બેલ્જિયમ, ઈંગ્લેંડ, કોરિયા દક્ષિણ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, ચેક રિપબ્લિક, જર્મની, આયરલેંડ, લેબનાન, રૂસ, યૂએઈ, બ્રાઝીલ, ફિલીપીંસ, મોરક્કો, સ્કોટલેંડ, શ્રીલંકા, સીરિયા અને થાઈલેંડનો સમાવેશ છે.

વેબદુનિયા પર વાંચો