ભારત-રૂસ પ્રગતિનો સંકેત

વાર્તા

શનિવાર, 5 સપ્ટેમ્બર 2009 (14:27 IST)
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની રૂસ યાત્રાને પગલે બંને દેશો વચ્ચેના વ્યાપાર સંબંધે પ્રગતિના સંકેત મળી રહ્યા છે. આ અવસરે આજે રૂસી કંપનીઓ સાથે વ્યાપાર સંબંધી નવા પ્રસ્તાવ મળ્યા હતા જ્યારે ભારતે રૂસના ઉર્જા ક્ષેત્રે વધુ રોકાણ કરવા રસ દાખવ્યો હતો.

રાષ્ટ્રપતિની રૂસના પ્રધાનમંત્રી વ્લાદીમીર પુતિન સાથેની બેઠકમાં આર્થિક સહયોગ વધારવા વિભિન્ન વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી, વિદેશ સચિવ નિરૂપમા રાવે મીડિયાને જણાવ્યું હતું કે, સરકારી સ્તર પર તથા બંને દેશોના વ્યાપારિક પ્રતિનિધિઓ વચ્ચેના વાર્તાલાપમાં વિશેશ રૂપથી ઉર્જા ક્ષેત્રમાં સહયોગના મુદ્દે બંને પક્ષે આર્થિક સંબંધોમાં પ્રગતિના પુરતા સંકેત મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો