ભારતીય બજારમાં તેજીનો માહોલ

ભાષા

મંગળવાર, 14 ઑક્ટોબર 2008 (20:02 IST)
એક અઠવાડિયાની મંદી બાદ ભારતીય શેરબજારમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. મંગળવારે શેરબજાર ફરીથી તેજી સાથે ખુલ્યુ હતું. તેની સાથે નિફ્ટી પણ તેજી સાથે ખુલ્યું હતું.

નિફ્ટીમાં 142 પોઈન્ટનો વધારો, જ્યારે સેન્સેક્સમાં 472 પોઈન્ટનો વધારા સાથે ખુલ્યું હતું. આજે બધાં જ સેક્ટરોમાં તેજી જોવા મળી હતી. જે બજાર બંધ થયું ત્યારે 270 પોઈન્ટનાં વધારા સાથે બંધ રહ્યુ હતું. તો નિફ્ટી પણ 79 અંક સાથે બંધ રહ્યું હતું.

બેન્કીંગ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, પંજાબ નેશનલ બેન્કમાં વધારો થયો હતો. સાથે રીલાયન્સ, એસબીઆઈ, ભારતી એરટેલ, વિપ્રો, યુનીટેક, સત્યમ, સેલ, એચડીએફસીનાં શેયરમાં પણ ભારે વધારો દેખાયો હતો.

અમેરિકી બજારમાં રેકોર્ડ તેજ

ડાઉ જોન્સ અને એસ એન્ડ પીએ 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ડાઉએ 75 વર્ષ બાદ 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો.

ડાઉ જોન્સમાં 936 પોઈન્ટનો જ્યારે એસ એન્ડ પીમાં 104 અંકનો વધારો થયો હતો. તેને કારણે એશિયાનાં માર્કેટ સિંગાપુર, હોંગકોંગમાં પણ તેજી સાથે ખુલ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો