ભારતમાં 21 જુલાઈથી મળશે એલજીનો સૌથી શાનદાર સ્માર્ટફોન

મંગળવાર, 15 જુલાઈ 2014 (15:14 IST)
એલજીના ફ્લેગશિપ સ્માર્ટફોન જી3નુ વેચાણ ભારતમાં શરૂ થઈ ચુક્યુ છે. તેને ઓનલાઈન રિટેલર્સ દ્વારા 16જીબી અને 32જીબીના વેરિયંટ્સમાં મળી રહેશે. જ્યારે કે આ સ્માર્ટફોનની ડિલીવરી 21 જુલાઈથી શરૂ થશે. 
 
એલજી જી3ની કિમંત 16જીબી વર્ઝન માટે 46990 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે કે 32 જ ઈબી વર્ઝનની કિમંત 49,990 રૂપિયા રાખવામાં આવી છે. 
 
 એલજી જી3 એક હાઈ એંડ સ્માર્ટફોન છે. જેમા 5.5 ઈંચની ક્યુએચડી ડિસ્પ્લે સ્ક્રીન લગાડવામાં આવી છે. તેમા 2.5 ગીગાહત્ઝ ક્વોલકોમ ક્વોડકોર સ્નૈપડ્રેગન 801 પ્રોસેસરખ આપવામાં આવ્યુ છે. આ એંડ્રોયડના લેટેસ્ટ વર્ઝન 4.4.2 કિટકૈટ ઓએસ પર કામ કરે છે. 
 
એલજી જી3 એક શાનદાર કૈમરા સ્માર્ટફોન પણ છે. જેમા લેઝર ઓટો ફોક્સ સિસ્ટમવાળો 13  મેગાપિક્સલ કૈમરા પાછળની તરફ તથા આગળની તરફ 2.1 મેગાપિક્સલ કૈમરા આપવામાં આવ્યો છે. શાનદાર સેલ્ફી માટે તેમા લાર્જર ઈમેજ સેંસર અને લાર્જર અપ્રેચર ફિચર્સ આપવામાં આવ્યા છે.  
 
ફીચર્સ અને પરફોર્મેંસના બાબતે એલજીનો આ નવો સ્માર્ટફોન સૈમસંગ ગેલેક્સી એસ5, એપ્પલ આઈફોન 5એસ, એચટીસી વન એમ8 જેવા સ્માર્ટફોંસની ટક્કરનો છે. 

વેબદુનિયા પર વાંચો