ભારતમાં જાપાની રોકાણથી શુ થશે ફાયદા જાણો

મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (18:15 IST)
. પ્રધાનમંત્રી મોદી જાપાનમાં બ્રાંડ ઈંડિયાની ધાક જમાવવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે તો જાપાનના શેર બજાર નિક્કેઈ સ્ટોક એક્સચેંજ પહોંચ્યા.  અને ઉદ્યોગપતિઓને સંબોધન કર્યુ. રોકાણ આકાર્ષિત કરવા માટે તેમણે 100 દિવસના શાસન દરમિયાન કરવામાં આવેલ મોટા નિર્ણયો પણ ગણાવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યુ કે જાપાનના વેપારીઓ માટે ભારત ખૂબ સારો વિકલ્પ રહેશે. કારણ કે દેશમાં ઓછા રોકાણ પર ઉત્પાદન શક્ય છે. દેશના મજબૂત ઈંફ્રાસ્ટક્ચરના તેમણે ખૂબ વખાણ કર્યા. વિશ્વાસ વધારવાના હેતુથી પ્રધાનમંત્રીએ કહ્યુ કે ભારતમાં રેડ ટેપ નહી પણ રેડ કાર્પેટ છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે તમે જાપાનમાં 10 વર્ષમાં જેટલુ કમાવો છો તેટલુ ભારતમાં માત્ર 2 વર્ષમાં જ કમાવી શકો છો.  
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે જાપાને ભારતમાં આગામી 5 વર્ષમાં 2.10 લાખ કરોડ રૂપિયા રોકાણ કરવાની સમજૂતી કરી છે. આવામા આવો જાણીએ કે ક્યા થશે આ રોકાણ અને કંઈ કંપનીઓને થશે આ રોકાણથી ફાયદો.   
 
1. જાપાની રોકાણથી ઈંફ્રાસ્ટ્રકચર, ટ્રાંસપોર્ટ સ્માર્ટ સિટી, મેન્યુફેક્ચરિંગ ક્લીન એનર્જી અને સ્કિલ ડેવલોપમેંટ સાથે સંકળાયેલ યોજનાઓને ફાયદો થશે. બીજી બાજુ જાપાની કર્જથી આઈઆઈએફસીએલને પીપીપી ઈંફ્રા પ્રોજેક્ટ માટે 50 અરબ યેનનુ કર્જ પણ મળી શકશે. 
 
2. આઈઆઈએફસીએલને જાપાની લોનથી ઈલેક્ટ્રોનિક ઈંડસ્ટ્રિયલ પાર્કમાં રોકાણ વધશે. સાથે જ જાપાનના ભારે રોકાણથી ઈકોનોમી સુધરશે અને નોકરીઓ પણ વધશે. 
 
3. જાપાની મદદથી ભારતને બુલેટ ટ્રેન શરૂ માટે નાણાકીય અને તકનીકી મદદથી શક્ય બનશે. સાથે જ હાઈ સ્પીડ ટ્રેનોના નેટવર્ક પણ ઉભો કરવામાં મદદ મળશે. 
 
4. આગામી 5 વર્ષમાં જાપાન તરફથી એફડીઆઈમાં  મોટા પ્રમાણમાં રોકાણ થવાનુ છે.  ભારતમાં જાપાની કંપનીઓની સંખ્યા વધીને બમણી થઈ જશે. જાપાનથી ભારતમાં વાર્ષિક 3 અરબ ડોલર એફડીઆઈ આવવાનુ અનુમાન છે. જ્યારે કે છેલ્લા 14 વર્ષમાં ફક્ત 12 અરબ ડોલરનુ રોકાણ થયુ છે. 
 
5. જાપાને 6 ભારતીય કંપનીઓ પરથી રોક હટાવી અને આ રોક હટવાથી જાપાની ટેકનોલોજી મળવાની આશા છે. જાપાને એચએએલ સહિત 5 બીજી કંપનીઓ પરથી રોક હટાવી લીધી છે.  

વેબદુનિયા પર વાંચો