ભારતમાં કોઈ જ આર્થિક સંકટ નથી: મનમોહન

ભાષા

શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (16:35 IST)
પ્રધાનમંત્રી મહમોહન સિંહે આજે કહ્યું કે, દેશમાં કોઈ જ આર્થિક સંકટ નથી. આ વાત સાચી છે કે વૈશ્વિક આર્થિક સંકટને લીધે અમારા રોકાણ પર અસર થઈ છે અને વૃદ્ધિ દર પ્રભાવિત થયો છે. પરંતુ આ છતાં અમારી અર્થવ્યવસ્થા સાડા છ ટકાના દરની વૃદ્ધિ કરી રહી છે. જો કે પ્રધાનમંત્રીએ સ્વીકાર કર્યું કે ખુબ જ વધારે પારસ્પરિકતાવાળા વિશ્વમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા અને વૃદ્ધિમાં ભારતની ભાગીદારી છે.

તેમણે કહ્યું કે, જો વિશ્વ અર્થવ્યવસ્થા ઢળે છે તો સામાન્ય રીતે તેની અમારા દેશ પર થોડીક અસર તો જરૂર પડશે. પહેલા જ અમારી અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર રોકાણે લીધે પ્રભાવિત થયો છે.

વેબદુનિયા પર વાંચો