બેંક કર્મચારીઓની 7-8 ઓગસ્ટે હડતાળ

ભાષા

સોમવાર, 3 ઑગસ્ટ 2009 (15:24 IST)
પગાર વધારો અને અન્ય માંગોને લઈને સરકાર સાથેની વાતચીતમાં નિષ્ફળ જનાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ ગુરૂવારે અને શુક્રવારે પ્રસ્તાવિત હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

અખિલ ભારતીય બેંક અધિકારી સંઘના ઉપાધ્યક્ષ એન.એસ વિર્કે કહ્યુ કે ' સરકાર સાથે અમારી વાતચીત નિષ્ફળ રહેતા અમે મંગળવારે એક બેઠક યોજી છે. પરંતુ 21 જુલાઈના રોજ આપેલી નોટિસના આધારે અમે હડતાળ પર ઉતરીશું.'

હડતાળની જાહેરાત બેંક અધિકારીયો તથા કર્મચારિયોના જુદા-જુદા નવ સંઘોના સંગઠન યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયંસે કરી છે.

સરકારે આ સંઘોને કહ્યુ હતું કે તે બેંકોના પ્રબંધન સંગઠન 'ઈંડિયન બેંક એસોસિએશન' તથા મુખ શ્રમ મંચ સાથે સાથે વાત કરે.

કર્મચારિયોની માંગોમાં વેતનમાં વધારો અને વિકલાંગ કર્મચારિયો તથા તેમના નિધન બાદ તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવાની માંગ મુખ્ય છે.

વેબદુનિયા પર વાંચો