બજેટ સત્રથી ઘણી આશાઓ -મનમોહન

ભાષા

ગુરુવાર, 2 જુલાઈ 2009 (12:39 IST)
વડાપ્રધાન મનમોહનસિંહે બુધવારે કહ્યું કે, સરકારને સંસદના બજેટ સત્રમાં ઘણી આશાઓ છે. તેણે આશા વ્યક્ત કરી કે, સદનનું કામકાજ સુચારુ રૂપે ચાલશે.

વડાપ્રધાને જણાવ્યું કે, તેમનું માનવું છે કે, તમામ રાજનીતિક પક્ષો ઈચ્છે છે કે સંસદ કારગર અને સુચારૂ રીતે કામકાજ કરે અને સરકાર તરફથી તે સંસદના સુચારુ કામકાજ માટે પૂરા સહયોગનો પ્રસ્તાવ કરે છે.

તેમણે કહ્યું કે, '' સંસદ એ મંચ છે જ્યાં ચર્ચા થઈ શકે છે. અમે ઈમાનદારીથી ઈચ્છીએ છીએ કે, સંસદ સુચારુ રીતે ચાલે.''

સંસદનું બજેટ સત્ર કાલથી શરૂ થઈ રહ્યું છે જે સાત ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં ત્રણ જુલાઈના રોજ રેલ બજેટ અને છ જુલાઈના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સત્રના પ્રથમ દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો