બંધ પડેલ હવાઈમથક ફરી ચાલૂ કરાશે

વાર્તા

મંગળવાર, 4 ઑગસ્ટ 2009 (18:40 IST)
સરકાર દેશના 32 બંધ પડેલ હવાઈમથકોમાંથી 13ને ફરી ચાલૂ કરવાની યોજના હાથ ધરી રહી છે. તેમાંથી કેટલાક હવાઈમથકો ખાનગી ક્ષેત્ર દ્વારા શરૂ કરવાની યોજનાઓ પણ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લભાઈ પટેલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નકાળ દરમિયાન આ વાત જણાવી હતી.

તેમણે કહ્યુ કે ભારતીય હવાઈમથક પ્રાધિકરણના 32 બંધ પડેલ હવાઈમથક ફરી ચાલૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 13 હવાઈમથકોને વિકસિત કરવાની ભલામણ કરવામાં આવી ચૂકી છે, જેનો હવાઈમથક પ્રાધિકરણ દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો