ફેસબુક દુખી પણ કરે છેઃ છેતરપિંડીના કિસ્‍સામાં ફેસબુકનો ઉપયોગ વધ્‍યો

બુધવાર, 9 એપ્રિલ 2014 (15:24 IST)
W.D
અમદાવાદ શહેરમાં છેલ્લા સાતથી આઠ મહિના ગાળામાં છેતરપિંડીના બનાવોમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ફેસબુક, બોગસ ઇ-મેઇલ, ક્રેડિટ કાર્ડ, ઇન્‍ટરનેટના દુરુપયોગ મારફતે છેતરપિંડી કરવામાં આવે છે. શહેરમાં છેલ્લા સાતથી આઠ મહિનામાં ક્રેડિટ કાર્ડ અને ડેબીટ કાર્ડથી થયેલ છેતરપિંડીના બનાવોના આંકડાઓએ જાણે હચમચાવી મુક્‍યા છે. પોલીસ તંત્રની ઉંધ હરામ થઇ ગઇ છે. પોલીસ પણ હવે આ પ્રકારના મોડેસ ઓપરેન્‍ડીમાં સક્રિય રહેલા શખ્‍સોને પકડી પડવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જો કે, આ શખ્‍સો અંગે ભાળ મેળવવામાં સફળતા મળી નથી. કારણ કે, આવી પ્રવળત્તિમાં સામેલ શખ્‍સોના ફોન નંબર ઉપર ફોન કરવાથી કોઇ જવાબ મળતા નથી અને તેમના રેકોર્ડ પણ હાથ લાગતા નથી.
પ્રકાર
ગુના

ફેસબુક
૬૦

બોગસ ઈ-મેઈલ
૫૩

ક્રેડિટ કાર્ડ ફ્રોડ
૩૩

ઓનલાઈન બેંકીગ ફ્રોડ
૧૨

ચિટીંગ
૬૭

પોર્નોગ્રાફી
૦૪

ઈ-મેઈલ આઈડી હેક
૧૬

મોબાઈલ હેરેસમેન્‍ટ
૧૩

મોબાઈલ થેફ્‌ટ
૦૪

ઈન્‍ટરનેટ મીસયુઝ
૦૯

વેબદુનિયા પર વાંચો