ફેસબુક ઠપ્પ થતા કરોડો યુઝર્સ પરેશાન

મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (12:10 IST)
સોશ્‍યલ મીડીયામાં કરોડો યુજર્સને પરસ્‍પર જોડતી સોશ્‍યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક ગઇકાલે ઠપ્‍પ થઇ ગઇ હતી. મોડીરાત્રે ૧ર-૩૦ કલાકથી ફેસબુકે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. જો કે રાત્રે ૧-૧પ કલાકે ફેસબુકે કામ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
   હાલ ફેસબુક ઠપ્‍પ થવાનું કારણ જાણવા નથી મળ્‍યુ. ફેસબુકે પોતાના પેઇઝ ઉપર લખ્‍યુ છે કે, કંઇક મુશ્‍કેલી થઇ છે. જેને ઠીક કરવામાં આવી રહ્યુ છે. તમને મુશ્‍કેલી પડી તે બદલ ખેદ છે.
 
   પાંચ દિવસમાં ફેસબુકની સાઇટ બીજી વખત ડાઉન થઇ ગઇ છે. આ મહિનામાં ફેસબુકે દાવો કર્યો છે કે, એક દિવસમાં એક અબજ લોકોએ એક સાથે ફેસબુક દુનિયાભરમાં લોગ ઇન કર્યુ હતુ. ફેસબુકનો દાવો છે કે, દુનિયાભરમાં દર સાતમો ઇન્‍ટરનેટ વપરાશકાર ફેસબુક વાપરી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો