પ્રસાર ભારતીમાં કર્મચારીઓની ખોટ

વાર્તા

શનિવાર, 31 જાન્યુઆરી 2009 (16:50 IST)
વૈશ્વિક સ્તર પર છવાયેલી મંદીના પગલે પીડિત દેશના વિભિન્ન ક્ષેત્રોમાં હજી કર્મચારીઓની છટણીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સરકારી ક્ષેત્રની પ્રસારક પ્રસાર ભારતીમાં 1700 કર્મચારીઓની ખોટ વર્તાઈ રહી છે.

પ્રસાર ભારતીના મુખ્ય કર્મચારી બીએસ લાલીએ કહ્યુ હતુ કે તેમના સંગઠનમાં કર્મચારીઓની ખોટ છે. છતાં પણ 2010માં થનાર રાષ્ટ્રમંડળ રમતના કવરેજમાં કોઈ ખોટ નહી આવા દઈએ. પ્રસારભારતીને આ રમતના પ્રસારણની જવાબદારી સોપવામાં આવી છે.

તેમણે કહ્યુ કે સંગઠનમાં ઘણા વર્ષોથી નિમણુક કરવામાં આવી નથી અને સેવાનિવૃત્તિનો દોર ચાલુ રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

વેબદુનિયા પર વાંચો