- નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીનું 7મું બજેટ રજૂ - તેલની કિમંતો અને જાપાનમાં ભૂકંપની અસર પડી - ભારત આર્થિક વિકાસમાં બીજા દેશોથી આગળ અનાજના ભંડારણમાં પ્રગતિ થઈ છે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અનેક ક્ષેત્રોમાં મંદી - નિકાસ 22 ટકાના દરે વધ્યો - 2012-13માં આર્થિ વિકાસ 7.6 ટકા રહેશે - અનાજના ભંડારામાં પ્રગતિ કરી છે - આગામી 3 વર્ષમાં ખોટ ઓછી કરવાનો પ્રયત્ન થશે - ગયા વર્ષ કરતા લોન મોંધી થઈ છે, મોંધવારી પણ વધી છે. - ખેડૂતો સુધી સીધો ફાયદો પહોચાંડવાનો પ્રયત્ન થશે - ડાયરેક્ટ ટેક્સ કોડ ટૂંક સમયમાંજ લાગૂ થશે - ડીટીસી ટેક્સ ઓછા થઈ શકે છે. - એફડીઆઈ પર સહમતિનો પ્રયત્ન ચાલુ - વેટ અને એક્સાઈઝની જગ્યાએ આ વર્ષે ઓગસ્ટ મહિનાથી જીએસટી લાગૂ થશે - વાર્ષિક 10 લાખની આવકવાળાને છૂટ - 3 વર્ષનો લોક ઈન પીરિયડ રહેશે - 6 મહિનામાં 50 જિલ્લાને સબસીડી - વિદેશી સામાન મુદ્દે સૌને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન - સબસીડી ઓછી કરવાનો પ્રયત્ન, ખેડૂતોને સીધી સબસીડી =- શેર બજારમાં રોકાણ માટે મોટી યોજનાનું એલાન - 15,800 કરોડ સરકારી બેંકમાં રોકાણ થશે - શેર બજારમાં 50 હજાર રોકાણ કરવા પર ઈંકમટેક્ષ છૂટ - રાજીવ ગાંધી એકવિટી સેવિંગ સ્કીમ શરૂ થ્શે - 10 લાખથી ઓછી આવકવાળાને સ્કીમમાં ફાયદો - પેંશન અને બેકિંગ બિલ આ જ વર્ષે લાગૂ - ડાયરેક્ટ ટેક્સ કોડ લાગૂ થવાથી ઈંકમટેક્ષ ઓછો થશે -આવતા વર્ષે મોંઘવારી ઓછી થવાની આશા - શેર બજારમાં નવી સ્કીમ પછી તેજી આવી - એયરલાઈંસ વિમાનોનુ તેલ ડાયરેક્ટ વિદેશમાંથી ખરીદી શકે છે - 25 લાખથી ઓછી કિમંતના મકાન પર 1% ઓછુ વ્યાજ લાગશે - બિલ્ડર વિદેશથી લોન લઈ શકે છે - હોમ લોન પર એક ટકા વ્યાજ છૂટ, 15 લાખના મકાન પર લોન, છૂટ એક વર્ષ સુધી લાગૂ - વિદર્ભમાં સિંચાઈ માટે 300 કરોડ - પૂર્વ ભારતમાં લીલી ક્રાંતિની અસર દેખાવી શરૂ - ખેતીનું બજેટ 18 ટકા વધ્યુ - ખેતીનું ઉત્પાદન સતત વધી રહ્યુ છે - સમય પર લોન ચુકવનાર ખેડૂતને 3%ની છૂટ મળશે - એટીએમમાં પણ ઉપયોગ થઈ શકશે ખેડૂત કાર્ડ - ખેડૂત ક્રેડિટ કાર્ડને સ્માર્ટ કાર્ડમાં બદલવામાં આવશે -ખેડૂત કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા કાઢી શકાશે - 10 લાખથી વધુ આવકવાળાને શેરમાં 50 હજાર પર 50% ઓછો ટેક્સ - મિડ ડે મીલનો ફાયદો થયો છે - 11 હજાર 937 કરોડ મિડ ડે મીલ માટે - મિડ ડે મિલમાં શાળામાં બાળકોને લંચ મળે છે. - રાશનની નવી દુકાનો ખુલશે - રાશનમાં કોમ્પ્યુટીકરણ આવશે - રાશનની દુકાનો માટે નવુ પીડીએસ આવશે - નવા પીડીએસનુ કોમ્પ્યુટીકરણ આ વર્ષે શરૂ થઈ જશે - ગામડામાં રોડ બનાવવા માટે 24 હજાર કરોડ લગાડવામાં આવશે - પોલિયોનો એક પણ કેસ સામે નથી આવ્યો - એજ્યુકેશન લોન માટે જુદુ ફંડ બનાવવામાં આવશે -NRHMમાં 20 હજાર 822 કરોડ રૂપિયા ખર્ચ થશે - ભ્રષ્ટાચારને કારણે NRHM ચર્ચામાં - મનરેગામાં પલાયન ઘટ્યુ, કામ સુધારવાની જરૂર ગામડામાં પાણી-ટોયલેટ માટે 14 હજાર કરોડ - 6 હજાર નવી શાળાઓ ખુલશે - એમ્સ જેવી 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે - શેર બજાર અત્યાર સુધીના ભાષણથી નિરાશ - ગામડામાં સ્વાસ્થ્ય સુવિદ્યા માટે 20,820 કરોડ - વિકલાંગ - વિધવા પેંશન 300 રૂપિયા કરી - વીજળી ક્ષેત્ર માટે 19 હજાર કરોડના ટેક્સ ફ્રી બોંડ - યુઆઈડી માટે 14,232 કરોડ રૂપિયા આપવામાં આવ્યા - ખદ્ય સુરક્ષા માટે નવો કાયદો બનાવવામાં આવશે - રક્ષા બજેટ 1 લાખ 93 હજાર 704 કરોડ રૂપિયા - કાળા ધન પર આ જ વર્ષે શ્વેત પત્ર રજૂ થશે - કાળુ ધન પરત લાવવા માટે 82 દેશ સાથે સમજૂતી - બજેટ અંદાજથી 15 ટકા વધુ ટેક્સ વસૂલવામાં આવ્યો - 7 લાખ 71 હજાર કરોડ ટેક્સ એકત્ર કરવામાં આવ્યો - આવતા વર્ષે સરકાર 14 લાખ 90 હજાર 925 કરોડ ખર્ચ કરશે - સબસીડીનો ખર્ચ ઓછો થવાનો વિશ્વાસ - 32 હજાર કરોડ ઈકમટેક્ષ ઓછા એકત્ર થયો - નાણાકીય મંત્રીનું જીવન સરળ નથી - પ્રણવ - ઈંકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સની વસૂલી ઓછી થઈ - અર્થવ્યવસ્થાને કડવી દવાની જરૂર છે - પ્રણવ - પ્રણવ મુખર્જીએ ચુસ્ત બજેટના સંકેત આપ્યા - ટેક્સ છૂટ 1.80 લાખથી વધારીને 2 લાખ થઈ - 2 લાખની આવક પર ટેક્સ નહી - 2 થી 5 લાખની આવક પર 10 ટકા ટેક્સ - 5 થી 10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે - 10 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ - સીનિયર સીટીઝનને એડવાંસ ટેક્સ નહી - બચત ખાતાના 10 હજાર વ્યાજ પર ટેક્સ નહી - વિમાનની ટિકિટો મોંધી થશે, સર્વિસ ટેક્સ 10 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો - ફોન, ખાવુ પીવુ અને એર ટિકિટ મોંધી થશે - સર્વિસ ટેક્સ વધવાથી ટીવી, ફ્રિજ અને કાર મોંધા થયા - એક્સાઈઝ ડ્યુટી 10 થી વધારીને 12 થઈ - મોટી કારો પર એક્સાઈઝ ડ્યુટી 24 થઈ - સિગરેટ, ગુટકા થશે મોંઘા - સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ વધવાથી દરેક વસ્તુ મોંઘી, મોંઘવારી વધશે