પેટ્રોલ, ડીઝલના કારણે મોંઘવારી નહીં વધે : મોંટેક

ભાષા

રવિવાર, 28 ફેબ્રુઆરી 2010 (12:34 IST)
ND
N.D
પેટ્રોલિયમ ઉત્પાદનોના મોંઘા થવાથી મોંઘવારી વધશે, આ આશંકાને ઓછી આંકતા યોજના પંચે કહ્યું છે કે, ઉત્પાદન શુલ્કમાં વૃદ્ધિ સાચી છે.

યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ આહલૂવાલિયાએ કહ્યું કે, પેટ્રોલિયમ ઉત્પાદોં પર શુલ્કમાં વૃદ્ધિ સાચી છે. મને નથી લાગતું કે, તેનાથી મોંઘવારી વધશે.

આહલૂવલિયાએ કહ્યું, સરકાર પેટ્રોલિયમ ઉત્પાદન પર સબ્સિડી જારી ન રાખી શકે અને વર્ષ 2010-11 માટે સામાન્ય બજેટ ન્યાયસંગત રીતે સંતુલિત રહ્યું. ઉલ્લેખનીય છે કે, સરકારે કાચા તેલ પર પાંચ ટકા સીમા શુલ્ક લાગૂ કરતા પેટ્રોલ અને ડીજલ પર સીમા શુલ્ક અઢી ટકાથી વધારીને 7.5 ટકા કરી દીધો.

વસ્તુ અને સેવા કર (જીએસટી) ને એપ્રિલ, 2011 થી લાગૂ કરવાના નાણામંત્રી પ્રણવ મુખર્જીના વાયદા પર આહલૂવાલિયાએ કહ્યું કે, તેને આશા છે કે, નાણામંત્રી રાજ્યોને આ સંબંધમાં રાજી કરી લેશે.

વેબદુનિયા પર વાંચો