પેટ્રોલ અને ડિઝલ થયુ સસ્તું

બુધવાર, 1 એપ્રિલ 2015 (12:10 IST)
જ્યા આજે પહેલી એપ્રિલના રોજ અનેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે તો બીજી બાજુ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કપાત થઈ છે. પેટ્રોલ 49 પૈસા અને ડીઝલ 1.21 રૂપિયા સસ્તુ થયુ છે.  ઘટેલી કિમંતો આજ રાતથી લાગૂ થશે. 
 
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંત 9 ટકા ઓછી થઈ. જેની અસર પેટ્રોલ અને ડિઝલની કિમંત પર થઈ છે. દરમાં ફેરફાર પછી દિલ્હીમાં પેટ્રોલ 60 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 48.50 રૂપિયા પ્રતિ લિટર મળશે. 
 
ઉલ્લેખનીય છે કે અનેક વખત કપાત પછી હવે પેટ્રો પદાર્થોની કિમંતો ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટવાને કારણે પેટ્રોલ અને ડિઝલની કિમંતો ઓછી કરવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો