પેટ્રોલમાં લિટરે 89 પૈસા અને ડીઝલમાં 49 પૈસાનો ઘટાડો

શુક્રવાર, 1 જુલાઈ 2016 (00:39 IST)
પેટ્રોલમાં લિટરે 89 પૈસા અને ડીઝલમાં 49 પૈસા ઘટ્યા ભાવમાં ઘટાડાનો મધરાતથી અમલ મોંઘવારીના માર વચ્ચે તેલ કંપનીઓ તરફથી જનતાને સામાન્ય રાહત આપવામાં આવી છે. સામાન્ય નાગરિક માટે સૌથી જરૂરી એવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો કર્યો છે. જેમાં પેટ્રોલમાં 89 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 49 પૈસા લિટરનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો ગુરૂવારે મધરાતથી જ લાગું થઇ જશે. છેલ્લા બે મહિનામાં પહેલી વખત તેલ કંપનીઓ તરફથી કોઇ ખાસ ઘટાડો કરવામાં આવ્યો છે. જેની જાહેરાત ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી. જો કે ગુજરાતમાં સ્થાનિક કરવેરા અને વેટ લાગ્યા બાદ નવો ભાવ લાગુ પડશે.

વેબદુનિયા પર વાંચો