પિચકારીઓ તથા વિવિધ રંગોનું આગમનઃ ૨ થી ૫ ટકાનો ભાવવધારો

મંગળવાર, 3 માર્ચ 2015 (15:57 IST)
હોળી-ધુળેટીના પવિત્ર પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત જિલ્લાના વિવિધ બજારોમાં પર્વને અનુરૃપ વિવિધ વેરાઈટીની પિચકારીઓ તથા વિવિધ રંગોનું આગમન થઈ ગયું છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પિચકારીઓ તથા રંગોના ભાવમાં ૨ થી ૫ ટકાનો સામાન્ય ભાવવધારો જોવા મળી રહ્યો છે.

ચાલુ વર્ષે પિચકારીઓમાં ડોરેમેન, છોટા ભીમ તથા એગ્રી બર્ડ કાર્ટુનવાળી વેરાઈટી બાળકોમાં વધુ ફેવરીટ છે. જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ તેમ પિચકારી તથા રંગની ઘરાકી ખુલશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
ફાગણ સુદ પુનમને દિવસે હોલિકોત્સવ મનાવવામાં આવે છે. આ પર્વ પર લોકો એકબીજા પર રંગ ગુલાબ ઉડાડી ઉજવણી કરતા હોય છે. હોળી-ધુળેટી પર્વ નજીક આવતાં જ બજારોમાં પર્વને અનુરૃપ વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ શરૃ થઈ ગયું છે. હોળી પર્વ પર ખાસ ધાણી-ચણા, ખજુર, સેવો, હારડાં આરોગવાનું મહત્વ હોઈ બજારમાં આવી ચીજવસ્તુઓના ઢગ ખડકાયા છે. તો પર્વને લઈને વિવિધ પ્રકારની પીચકારીઓ તથા કલરનું પણ ચલણ શરૃ થયું છે. હાલ શહેરના બજારમાં વિવિધ વેરાઈટીમાં ૧૫થી લઈને ૯૦૦ રૃા. સુધીની પિચકારીઓ ઉપલબ્ધ છે. બાળકોમાં વિવિધ કાર્ટુનવાળી પિચકારીઓ હોટ ફેવરીટ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બાળકોમાં રંગ ભરેલા ફુગ્ગાએ પણ ભારે આકર્ષણ જમાવ્યું છે. કેટલાંક બાળકો પર્વના આગલા દિવસોમાં બજારમાંથી ફુગ્ગાની ખરીદી કરી ફુગ્ગા બનાવતા હોય છે. પર્વ નજીક આવતાં જ કેટલાંક બાળકોએ ફુગ્ગા બનાવવાની તૈયારીઓ આરંભી દીધી છે. હાલ ધીમે-ધીમે બજારમાં પિચકારી તથા રંગની ખરીદી થઈ છે જેમ જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ ઘરાકી ખુલશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

વિવિધ પિચકારીઓના ભાવ

પિચકારીઓની વેરાઈટી


ભાવ રૃા.


કલર


ભાવ રૃા.

બંદુક


૧૫ થી ૪૦૦


ટયુબ


૧૦ થી ૧૫

કાર્ટુન


૧૫ થી ૪૦


ઝરી કલર


૫ થી ૨૦

ટેન્કવાળી(નાની)


૧૬૦ થી ૬૦૦


ગોલ્ડન


૧૫ થી ૨૦

ડોરોમોન


૧૬૫ થી ૩૦૦


ડબ્બી કલર


૫ થી ૧૫

ડોલફીન


૧૫૦ થી ૩૦૦


અબીલ-ગુલાલ


૪૦ થી ૬૦

  

વેબદુનિયા પર વાંચો