નેનોનો પ્રથમ જથ્થો રવાના

ભાષા

મંગળવાર, 14 જુલાઈ 2009 (11:12 IST)
ટાટાની ચર્ચિત લખટકિયા કાર નેનોનો પ્રથમ જથ્થો ગ્રાહકો માટે રવાના કરી દેવામાં આવ્યો છે. જેમા 50 નેનો અને 34 ટાટા મેજિક કારનો સમાવેશ થાય છે.

રેલવે સૂત્રોએ જણાવ્યુ કે પંતનગર સ્થિત ટાટાની કંપનીથી આવેલ કારોને હલ્દી રોડ સ્ટેશનથી હૈદરાબાદ માટે ટ્રેનથી ગઈકાલે રવાના કરવામાં આવી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોતાની કારોને મોકલવા માટે ટાટાએ વિશેષ પ્રકારના કોચની માંગ કરી હતી, જેન રેલવેના શબ્દોમાં એનએમજી કોચ કહે છે, પરંતુ રેલવેએ નેનોને માટે ઉચ્ચ ક્ષમતાવાળી બીપીયૂ કોચને ઉપલબ્ધ કરાવી.

પંતનગરમાં ટાટાની લખટકિયા કારની સાથે સાથે નાની ટ્રકોનુ પણ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કારની હેરફેરથી રેલવેને આઠ લાખ 71 હજાર 145 રૂપિયાનુ રાજસ્વ મળ્યુ છે.

વેબદુનિયા પર વાંચો