દેશભરમાં પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા સસ્તુ, દિલ્હીમાં વધ્યા ભાવ

ગુરુવાર, 16 જુલાઈ 2015 (11:52 IST)
દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ બે રૂપિયા પ્રતિ લીટર ઓછી કરી દેવામાં આવ્યા છે. જેમા લોકલ ટેક્સનો સમાવેશ નથી. નવા દર બુધવારે અડધી રાતથી લાગૂ થઈ ગયા છે. પણ દિલ્હીવાળાને કોઈ ફાયદો મળ્યો નથી. ઉપરથી ઝટકો લાગ્યો છે. વૈટ રેટ વધવાને કારણે અહી ભાવમાં કમીને બદલે પેટ્રોલની કિમંત લગભગ 28 પૈસા વધી ગઈ. દિલ્હી સરકારે પેટ્રોલ પર વૈટ 20થી વધારીને 25 ટકા કરી નાખ્યુ છે. આ જ રીતે ડીઝલ પર વૈટ 12.5થી વધારીને 16.6 ટકા કરી નાખ્યુ છે. 
 
જેનાથી આની કિમંતમાં 50 પૈસા પ્રતિ લીટરની કમીનો લાભ જ લોકોને મળી શકશે. દિલ્હીમાં સત્તામાં આવ્યા પછી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા વેટમાં કરવામાં આવેલ આ પ્રથમ વૃદ્ધિ છે. આ પહેલા 1 જુલાઈના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેની કિમંતો ક્રમશ 31 પૈસા અને 71 પૈસા પ્રતિ લીટરનો કપાત કરવામાં આવ્યો હતો. 
 
જ્યારે કે 15 જૂનના રોજ તેલ કંપનીઓએ પેટ્રોલની કિમંતોમાં 64 પૈસા પ્રતિ લીટરનો વધારો અને ડીઝલમાં 1.35 રૂપિયા પ્રતિ લીટરની કમી કરી હતી.  બીજી બાજુ 16 મે ના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં ક્રમશ 3.13 રૂપિયા પ્રતિ લીટર અને 2.71 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો