દેશની સેમી હાઇસ્‍પીડ ટ્રેન ૩૦ નવેમ્‍બરથી દોડશે

સોમવાર, 13 ઑક્ટોબર 2014 (17:01 IST)
નવી દિલ્‍હી અને આગ્રા વચ્‍ચે આગામી ૩૦ નવેમ્‍બરથી શરૂ થનારી સેમી હાઇસ્‍પીડ ટ્રેન ‘ગતિમાન એકસપ્રેસ' દેશની અત્‍યારની સૌથી ફાસ્‍ટ ટ્રેન બનશે. દિલ્‍હી અને આગ્રા વચ્‍ચેનું અંતર માત્ર ૧૦પ મીનીટના કાપનારી આ ટ્રેનની બે ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ટ્રેનમાં અનેકવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ હશે અને અકસ્‍માત સમયે બ્રેક લગાવવાની નૌબત નહી આવે.

   કલાકે ૧૬૦ કિલોમીટરની સ્‍પીડે દોડનારી ટ્રેનને ગતિમાન એકસપ્રેસ નામ આપવાનું નક્કી થઇ ગયુ છે. આ ટ્રેનમાં દરેક સીટ પાછળ એલસીડી ટીવી હશે. ૩૦ નવેમ્‍બરે નવી દિલ્‍હી રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી લીલીઝંડી આપીને આ ટ્રેન લોકોને સમર્પિત કરાશે.

   રેલ્‍વે બોર્ડના અધ્‍યક્ષ અરૂણેન્‍દ્રકુમારના જણાવ્‍યા મુજબ નવેમ્‍બરના અંતમાં આ સેમી હાઇસ્‍પીડ ટ્રેન શરૂ કરવા માટેની જરૂરી મંજુરીઓ મંગાઇ ગઇ છે. મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરી દેવાઇ છે. બે વાર રિહર્સલ કરાયુ છે. ટ્રેનના ટ્રેક ઉપર બોર્ડ અને સિગ્નલ પ્રણાલીને અપરોડ કરવાનું કામ પ્રગતિ ઉપર છે.

   ટ્રેનમાં આરામદાયક બેઠક વ્‍યવસ્‍થા છે. આઠ ઇંચના એલસીડી ટીવી ગોઠવ્‍યા છે. સ્‍વયં સંચાલીત ફાયર એલાર્મ ત્‍થા આવતીકાલે બ્રેક ત્‍થા મુસાફરોને સુચના આપવી બધુ જ ઓટોમેટીક છે. દિલ્‍હી-આગ્રા વચ્‍ચેની ર૦૦ કિલોમીટરની મુસાફરી ૧૦પ મીનીટમાં પુરી કરશે. ભવિષ્‍યમાં દિલ્‍હીથી કાનપુર, દિલ્‍હી થી ચંડીગઢ સહિત અન્‍ય આઠ રૂટ ઉપર હાઇસ્‍પીડ ટ્રેન દોડાવવાની યોજના પણ છે.

વેબદુનિયા પર વાંચો