ડેલ્ટાએ બંદ કર્યા કોલ સેન્ટર

વેબ દુનિયા

રવિવાર, 19 એપ્રિલ 2009 (10:55 IST)
વિશ્વની સૌથી મોટી વિમાની કંપન ડેલ્ટા એરલાઈન્સે ભારત સ્થિત પોતાના કોલ સેન્ટરો બંધ કરવાની જાહેરાત કરી છે. જેને પગલે ભારતના હજારો યુવાનો બેરોજગાર બનશે.

ડેલ્ટા પ્રવકતાએ કહ્યું હતું કે, ભારતમાં આઉટ સોર્સીંગ આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધા બાદ કંપનીએ દેશમાં કર્મચારીઓની ભરતી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસમાં યુનાઈટેડ એરલાઈન્સે વિદેશમાં આવેલાં 165 કોલ સેન્ટર બંધ કરવાની જાહેરાત કરી હતી. નોર્થ વેસ્ટ એરલાઈન્સ સાથે વિલીનીકરણ કર્યા બાદ ડેલ્ટા વિશ્વની સૌથી મોટી વિમાની કંપની બની ગઈ છે. 2002માં તેણે ભારતમાં કોલ સેન્ટર ઊભા કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો