ટોલ ટેક્સ અને ટીડીએસ મુદ્દે આવતીકાલે ટ્રાંસપોર્ટરોની દેશવ્યાપી હડતાળ

બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (11:43 IST)
રાજકોટ સહિત દેશભરના ટ્રાન્‍સપોર્ટરો ટોલ ટેકસ તથા ૨.૨ ટકા ટીડીએસના મુદ્દે મક્કમ છે. લડત ઉપર ઉતરી આવ્‍યા છે અને કાલે સવારે ૬ વાગ્‍યાથી દેશવ્‍યાપી બેમુદતી ટ્રક હડતાલ શરૂ થઈ જશે તેમ ટ્રાન્‍સપોર્ટ એસો.ના કન્‍વીનર શ્રી હસુભાઈ ભગદેવે આજે સવારે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતું, તેમણે જણાવ્‍યુ હતુ કે અમારી માંગણી-લડત વ્‍યાજબી છે, એક પણ ટ્રક માલિક કાલથી પોતાના ટ્રકો નહી દોડાવે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાજકોટના ૬II હજાર સહિત ૮૦ હજાર ટ્રકોના પૈડા થંભી જશે. હાઈવે સૂમસામ બની જશે. હસુભાઈએ જણાવેલ કે, આજે બપોરે અમે ૧૨ વાગ્‍યે કલેકટરને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. અમારી મુખ્‍ય માંગણી એકી સાથે ટોલ ટેકસ વસુલવો અને ૨.૨ ટકા જે ટીડીએસ કપાત થાય ચે તે સપૂર્ણપણે નાબુદ કરવી.

વેબદુનિયા પર વાંચો