ટોયોટા કિલરેસ્કરે ફોર્ટ્યૂનર લોન્ચ કરી

વાર્તા

સોમવાર, 24 ઑગસ્ટ 2009 (16:15 IST)
જાપાની ઓટો કંપની ટોયોટા કિલરેસ્કર મોટરે પોતાની એસયૂવી ફોર્ટ્યૂનર રજૂ કરવાની જાહેરાત કરી જેની દિલ્લી એક્સ શોરૂમ કીમત 18.45 લાખ રૂપિયા છે. કંપનીના નવા એસયૂવી 3.0 લીટર ડી.4ડી ડીજલ ઇંજન સાથે તે ઉપલબ્ધ છે જેમાં ફાઈવ સ્પીડ મૈન્યુઅલ ટ્રાંસમિશનની સુવિધા છે.

ટોયોટા મોટર કોર્પોરેશનના વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર અકીરા ઓકાબેએ અહીં જણાવ્યું કે, વિશ્વભરમાં ફોર્ટ્યૂનરના અઢી લાખથી વધારે એકમો વેચવામાં આવી ચૂક્યાં છે અને ભારતમાં તેની લોંચિંગ ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાનું ઉત્પાદન પૂરુ પાડવાની દિશામાં કદમ સમાન છે.

વેબદુનિયા પર વાંચો