ટેક્‍સટાઇલ નિકાસ ક્ષેત્રે ભારત વિશ્વમાં બીજા નંબરે

શનિવાર, 13 ડિસેમ્બર 2014 (15:30 IST)
ભારતે ટેક્‍સટાઇલ નિકાસના મામલે જર્મની એન ઇટાલી જેવા દેશોને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ભારત હવે વિશ્વમાં ટેક્‍સટાઇલ નિકાસ મામલે ચીન બાદ વિશ્વમાં બીજા ક્રમે છે. જો કે ચીનથી હજુ ભારત ખુબ પાછળ છે. ચીનની નિકાસ ભારત કરતા સાત ગણી વધારે છે. ગારમેન્‍ટ નિકાસકારો માટેની સંસ્‍થા એપરલ એક્‍સપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્‍યો છે કે ભારતની ટેક્‍સ ટાઇલ નિકાસ વર્ષ ૨૦૧૩માં ૪૦ અબજ ડોલરની આસપાસ રહી હતી. જ્‍યારે ચીનની ટેક્‍સ ટાઇલ નિકાસ ૨૭૪ અબજ ડોલરની સપાટી પર પહોંચી ગઇ છે. ટેક્‍સ ટાઇલમાં ફાઇબર એન યાર્નથી લઇને ફેબરીક, બનાવવામાં આવેલા અને રેડીમેડ ગારમેનટનો સમાવેશ થાય છે. કોટન, સિલ્‍ક, ગરમ વસ્ત્રો એન સિન્‍થેટિક યાર્નની ચીજોનો સમાવેશ થયા છે. રેડીમેડ ગારમેન્‍ટ સાથે સંબંધિત વૈશ્વિક વેપાર પૈકી ભારતની હિસ્‍સેદારી ખુબ મોટી છે. વરપ્‍ષ ૨૦૧૩માં ભારત છટ્‍ઠા ક્રમે રહ્યું હતુ. ભારતમાંથી નિકાસ ૧૬ અબજ ડોલરની રહી હતી. જે દેની ટેક્‍સ ટાઇલ નિકાસ પૈકી ૪૦ ટકાની આસપાસ છે. ભારતે ટુર્કીને પછડાટ આપી દીધી છે.ગારમેન્‍ટમાં ચીનની હિસ્‍સેદારી આશરે ૬૦ ટકાની આસપાસ છે. જે સંકેત આપે છે કે સરકારને રેડીમેડ ઇન્‍ડસ્‍ટ્રીઝને વધુ ઝડપી બનાવવાની જરૂર છે. ચીન, ઇટાલી એન જર્મની ઉપરાંત નાના દેશો પણ હાલમાં આગળ રહ્યા હતા. સસ્‍તા મજદુર એન ઓછી ડયુટીના કારણે યુરોપ એન અમેરિકામાં રીટેલ ચેઇનને મોટા સપ્‍લાયર્સ તરીકે બાંગલાદેસ અને વિયતનામ પણ રહ્યા હતા. છેલ્લા થોડાક મહિનામાં ભારતે શાનદાર વાપસી કરી છે. શર્ટસ, ટ્રાઉજર્સ, સ્‍કર્ટસ અને અન્‍ય રેડીમેડ વસ્ત્રોની નિકાસમાં વર્ષ ૨૦૧૩ દરમિયાન ૨૩ ટકાનો વધારો થયો છે. હજુ તીવ્ર સ્‍પર્ધા થવાના સંકેત દેખાઇ રહ્યા છે. 

   ટેક્‍સટાઈલમાં કૂચ....

   - ટેક્‍સટાઇલ ક્ષેત્રમાં ભારત વિશ્વમાં ઝડપથી આગેકૂચ કરી રહ્યું

   - ચીનની નિકાસ ભારત કરતા હજુ વધુ છે પરંતુ ભારત તેને પણ પાછળ છોડવા માટે ઇચ્‍છુક

   - ટેક્‍સટાઇલ ક્ષેત્રે નિકાસ મામલે ચીન બાદ ભારત હવે ત્રીજા ક્રમાંક પર

   - ગારમેન્‍ટ નિકાસકારો માટેની સંસ્‍થા દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં ખુલાસો

   - ૨૦૧૩માં ભારતની ટેક્‍સટાઇલ નિકાસ ૪૦ અબજ ડોલરથી વધારે રહી હતી

   - ચીનની ટેક્‍સટાઇલ નિકાસ ૨૭૪ અબજ ડોલરથી વધુ નોંધાઈ હતી

   - ફાઇબર, યાર્ન, રેડિમેડ ગારમેન્‍ટ સહિતની વસ્‍તુઓની વૈશ્વિક બજારમાં બોલબાલા વધી રહી છે

   - નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાતા વધુ ફાયદો

   - જર્મની અને ઇટાલી જેવા દેશો ભારતથી પાછળ

વેબદુનિયા પર વાંચો