ઝારખંડમાં પણ ટાટા વિરૂદ્ધ આંદોલન

વાર્તા

બુધવાર, 5 નવેમ્બર 2008 (22:20 IST)
દેશની સૌથી મોટી વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે તેના જમશેદપુર પ્લાન્ટ ખાતેથી લગભગ 300 જેટલા અસ્થાયી કર્મચારીઓની છટણી કરવામાં આવી છે જેના વિરોધમાં ઝારખંડના પૂર્વ નાણાકિયમંત્રી તથા ધારાસભ્ય રઘુવરદાસે આજે કંપનીના મુખ્ય દરવાજે ધરણા પર બેઠા હતાં.

તેમની માંગ અનુસાર કર્મચારીઓને પાછા નોકરી પર રાખવા અને આ બાબતમાં રાજ્યસરકારનો હસ્તક્ષેપની માંગ કરતો એક પત્ર જિલ્લા પ્રસાશન અધિકારીને સોપ્યો હતો.

તેમણે ટાટા મોટર્સ પર મઝદુરોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તથા કંપની આર્થિક મંદી અને ઉદારીકરણના નામે કર્મચારીઓની છટણી કરી રહી છે,જેને તેમણે નકારી કાઢી હતી.

વેબદુનિયા પર વાંચો