ઘડિયાળ કંપની HMT બંધ થવાના કગાર પર !!

શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (14:50 IST)
પહેલી સ્વદેશી ઘડિયાળના નિર્માતા વોચ કંપની એચએમટી બંધ થવાના કગાર પર છે. અનેક વર્ષોથી ખોટમાં ચાલી રહેલી કંપનીના બધા શો રૂમ 31 માર્ચ સુધી બંધ કરવા અને કર્મચારીઓને બળજબરીથી વીઆરએસ અપાવવાની હિલચાલથી કર્મચારીઓમાં હંડકંપ મચી ગયો છે. એટલુ જ નહી 11 મહિનાથી સેલેરીની રાહ જોઈ રહેલ કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી પણ નિરાશા હાથ લાગી છે. 
 
ઉલ્લેખનીય છે કે એચએમટી વોચ કંપનીની રાનીબાગમાં સ્થાપના થઈ. 1982માં તત્કાલિન ઉદ્યોગ મંત્રી પંડિત નારાયણ દત્ત તિવારીએ એચએમટીનો પાયો નાખ્યો અને 1985માં તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ તેનુ ઉદ્દઘાટન કર્યુ.  પણ સમય બદલવાની સાથે જ લોકોને સમય બતાવનારી એચએમટી કંપનીનો ખુદનો ખરાબ સમય આવી ગયો. ખાનગી ઘડિયાળ નિર્માતા કંપનીઓની પ્રતિસ્પર્ધામાં એચએમટી પાછળ પડી અને ડિસેમ્બર 2013માં તો ફેક્ટરીન વીજળી કનેક્શન પણ કપાય ગયા. 
 
બીજી બાજુ અગિયાર મહિનાથી કર્મચારી પગાર માટે તડપી રહ્યા છે અને તેમનો ઘરખર્ચ ચલાવવો પણ મુશ્કેલીમાં પડી ગયો છે. પણ રાજ્ય સરકારે પણ આ કર્મચારીઓને મદદ કરવામાં હાથ પાછળ કરી લીધા છે.   રાજ્ય સરકાર પાસે સહાનુભૂતિના બે બોલ તો છે પણ બે ટંક ભોજન કંપની બંધ કર્યા પછી કેવી રીતે મળે આ પ્રશ્નનો જવાબ નથી.  

વેબદુનિયા પર વાંચો