ગૂગલ મોબાઈલ બજારમાં ઉતરશે

ભાષા

રવિવાર, 27 ડિસેમ્બર 2009 (13:40 IST)
દુનિયામાં સૌથી વધુ પ્રખ્યાત સર્ચ એન્જિન ગૂગલ હવે મોબાઈલ બજારમાં ડગલું માડવા માટેની યોજના બનાવી રહ્યું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર વર્ષ 2010 માં ગૂગલ ખુદને મોબાઈલ ફોન ઉતારવા ઈચ્છે છે.

વોલ સ્ટ્રીટ જર્નલના સૂત્રોના હવાલે આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યાં છે. ગૂગલના મોબાઈલ ફોન આધુનિક ટેક્નોલોજીથી ભરપૂર હશે. સૂત્રોના અનુસાર ગુગલ મોબાઈલ સેવા પ્રદાતા કંપનીઓની સહાયતા વગર ગ્રાહક સુધી સીધા પહોંચવાનો પ્રયત્ન કરશે.

સૂત્રોના અનુસાર ગૂગલના મોબાઈલ ફોન તાઈવાનની કંપની એચટીસી તૈયાર કરશે.

વેબદુનિયા પર વાંચો