ગૂગલને ચીનમાં વેપાર વધારવાની પૂર્ણ સ્વતંત્રતા

ચીનના ઉદ્યોગ અને સૂચના પ્રૌધોગિકી મંત્રી શ્રી ઈઝોંગે આજે કહ્યુ કે ગૂગલ ચીનમાં રોકાવવા કે અહીંથી જવાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.

ઈઝોંગના વાર્ષિક સંસદ સત્રના પ્રથમ સંવાદદાતાઓને કહ્યુ જ ગૂગલ ચીનમાં રહેવા માંગે છે તો અમે તેનુ સ્વાગત કરીશુ, કારણ કે તેનાથી દેશના ઈંટરનેટ ઉદ્યોગના વિકાસમાં તેજી આવશે. ગૂગલને ચીનમાં વેપાર વધારવાની સંપૂણ સ્વતંત્રતા છે.

તેમણે કહ્યુ કે જો ગૂગલ અહી પોતાની સેવા આપવુ બંધ કરે છે તો તેનાથી ચીનના ઈંટરનેટ બજાર પર કોઈ ખાસ ફરક નહી પડે. ઈઝોંગે કહ્યુ અમે ઈંટરનેટના બજારને તેજ કરવાનો પ્રયત્ન કરીશુ. ગૂગલ એવુ કંઈ પણ નહી કરે જે ચીનના નિયમ કાયદાના હેઠળ ન આવતુ હોય.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચીનમાં હૈકિગ સહિત સાઈબર અપરાધોમાં તેજી આઅવવાથી ગૂગલે ચીનમાં પોતાની સેવાઓ નહી આપવાનુ એલાન કર્યુ હતુ. જોકે ત્યારબાદ ગૂગલે આવુ કોઈ પગલુ ચીનમાં નથી ઉઠાવ્યુ અને ન તો કોઈ નિવેદનબાજી કરી.

વેબદુનિયા પર વાંચો